ઘરના બાંધકામ સંબંધેની સૌરાષ્ટ્ર સિમેન્ટલિમિટેડની માર્ગદર્શિકા
ધરતીનો છેડો ઘર એવું કહેવાયું છે. સાથે જ એમ પણ કહેવાય છે કે દરેક વ્યક્તિનું પોતાનું સપનાનું ઘર હોય છે, જેમાં પરિવારના દરેક સભ્યને હૂંફ મળે છે. આવું ઘર સાકાર કરવા જઈ રહ્યા છો, તો સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ એમાં આપના પડખે રહીને કેટલાંક સૂચનો કરે છે, માર્ગદર્શન આપે છે, જે તમને ખૂબ જ ઉપયોગી થઈ પડશે એવી આશા છે.
Step 1
જગ્યા તૈયાર કરવી
બાંધકામ કરતાં પહેલાં જમીન પરની નકામી વસ્તુઓ દૂર કરીને એને સમતળ બનાવવી. ઉપરાંત, બાંધકામ શરૂ કરતાં પહેલાં જ પાણીના નિકાલની વ્યવસ્થા કરી લેવી. જગ્યાની તૈયારી ખૂબ જ અગત્યનું ચરણ છે, કારણ કે સુંદર અને મજબૂત બાંધકામનો પાયો અહીંથી જ નખાય છે. આ તૈયારી જેટલી વધુ વ્યવસ્થિત હશે એટલું જ વધુ સરળતાથી આગળનું કામ થઈ શકશે.
Step 2
પાયાનું કામ
દરેક બાંધકામ માટે મજબૂત પાયો જરૂરી હોય છે. આ તબક્કે જમીનમાં ખોદવામાં આવેલા ખાડાઓમાં કોંક્રીટ પૂરવામાં આવે છે, જેથી ઈમારતનો પાયો મજબૂત બને. અમારી હાથી પીપીસી સિમેન્ટ આ પાયો નાખવા માટે ઉત્તમ સિમેન્ટ છે, જે વર્ષોનાં વર્ષો સુધી અદ્વિતીય મજબૂતી અને ટકાઉપણું આપે છે.
Step 3
બાંધકામનું માળખું
પાયો નખાઈ ગયા બાદ ઈમારતનું માળખું તૈયાર કરવામાં આવે છે. એમાં આર્કિટેક્ટે બનાવેલા પ્લાન અનુસાર દીવાલો, કોલમ અને બીમ ઊભાં કરવામાં આવે છે. અમારી ઉચ્ચ ગુણવત્તાની સિમેન્ટની પ્રૉડક્ટ્સને લીધે સમગ્ર માળખું મજબૂત બને છે.
Step 4
ફરસ અને છાપરું
માળખું રચાઈ ગયા બાદ ફરસ અને છાપરાનું કામ શરૂ થાય છે. ટાઢ, તડકો અને વરસાદથી રક્ષણ મળે એ માટે યોગ્ય છાપરું તૈયાર કરવાનું હોય છે. એના માટે ઉપલબ્ધ વિવિધ વસ્તુઓમાંથી યોગ્ય વસ્તુઓની પસંદગી કરવામાં આવે છે, જેમાં કોંક્રીટનો સ્લેબ, પતરાં, નળિયાં, વગેરેનો સમાવેશ થાય છે. ફરસ માટે વિવિધ પ્રકારની ટાઇલ્સ, આરસપહાણ કે બીજી વસ્તુઓ નક્કી કરવામાં આવે છે.
Step 5
પ્લમ્બિંગ અને ઈલેક્ટ્રિકલ કામ
દરેક ઘરમાં પાણી અને વીજળી જેવી પાયાની જરૂરિયાત માટે પહેલેથી જ યોગ્ય વ્યવસ્થા કરી રાખવાની હોય છે. આમ, પ્લમ્બિંગ અને ઈલેક્ટ્રિકલ કામ માટે નિષ્ણાતની મદદ લેવી હિતાવહ છે. આખા ઘરમાં પાણી અને વીજળીનો પુરવઠો કોઈ પણ સમસ્યા વગર અખંડ રહે એ જરૂરી છે. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા પહેલેથી જ કરી રાખવામાં આવી હોવાથી એની સાથે યોગ્ય જોડાણ કરવામાં આવે છે. પાણી અને વીજળી બન્નેને લગતી આવશ્યક સલામતી વ્યવસ્થા પણ હોવી ઘટે.
Step 6
ફિનિશિંગ કામ
બાંધકામ પૂરું થવાના સમયે એને આખરી ઓપ આપવાનો હોય છે. ફિનિશિંગના આ કામમાં પ્લાસ્ટરિંગ, ટાઇલિંગ અને પેઇન્ટિંગની સાથે સાથે વીજળીની ચાંપ, વિવિધ લાઇટ્સ, પંખા, ઍરકન્ડિશનર, વગેરેની ગોઠવણ જરૂરી હોય છે. ઘરની સુંદરતા અને સજાવટ આ જ તબક્કે થાય છે. અમારી હાથી વૉલ પુટ્ટી અને સ્નોસેમ પેઇન્ટ્સ આ કામ માટે આદર્શ છે. એનાથી વિવિધતા અને સુંદરતા મળી રહે છે.
Step 7
ગુણવત્તાની ચકાસણી અને તાબો
ઘર બનાવનારના સપનાનું ઘર ઉચ્ચ ગુણવત્તાથી બનેલું છે કે કેમ એ ચકાસીને પછી જ એનો તાબો આપવાનો હોય છે. આ તબક્કે નિષ્ણાતોના આયોજન મુજબનું કામ થયું છે એની તપાસ થાય છે અને કોઈ કચાશ રહી જતી હોય તો એને દૂર કરવામાં આવે છે.
સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ આપના સપનાનું ઘર સાકાર કરવામાં આપની સાથે રહેવાનું ગૌરવ અને આનંદ ધરાવે છે. આપની પેઢીઓ સુખેથી વસવાટ કરી શકે એવી ભાવના સાથે આપને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સિમેન્ટ, પુટ્ટી અને પેઇન્ટ્સ પૂરાં પાડવામાં આવે છે.