સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ વિશે
સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ ભારતીય સિમેન્ટ ઉદ્યોગમાં 1956થી કાર્યરત અગ્રણી કંપની છે. અમે ઉત્કૃષ્ટ કામગીરી માટે સુપ્રસિદ્ધ એવા મહેતા ગ્રુપની મુખ્ય કંપની છીએ. કંપની હંમેશાં કંઈક નવું કરતાં રહેવામાં માને છે અને વર્ષોથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રૉડક્ટ્સનું ઉત્પાદન કરે છે. પર્યાવરણની કાળજી કરવી અને ગ્રાહકોને કંપનીની પ્રૉડક્ટ્સથી સંપૂર્ણ સંતોષ કરાવવો એ અમારો સિદ્ધાંત છે. કંપની એક્સપોર્ટ હાઉસ તરીકે માન્યતાપ્રાપ્ત છે. અમે ઊર્જાનો ઉચિત ઉપયોગ કરવા બદલ ભારતીય સિમેન્ટ ઉદ્યોગનું પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરી ચૂક્યા છીએ.
અમારો મેનિફેસ્ટો
સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ એક મજબૂત રાષ્ટ્રનો ટકાઉ વિકાસ કરીને વિકાસ અને સમૃદ્ધિને આગળ ધપાવવાની કલ્પના કરે છે. અમારું ધ્યેય વિશ્વ કક્ષાના ધોરણો અને દોષરહિત સેવાઓ સાથે વિશ્વસનીય, ઉચ્ચ-ગુણવત્તાવાળા બિલ્ડિંગ સોલ્યુશન્સના અગ્રણી ઉત્પાદક બનવાનું છે. અમે અમારા ધ્યેયને અમારા મુખ્ય મૂલ્યો સાથે સંરેખિત કરીને આ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીએ છીએ.
અમારા સ્થાપક
શ્રી નાનજીભાઈ કાળીદાસ મહેતાએ મહેતા ગ્રુપની સ્થાપના કરી હતી. તેઓ રાષ્ટ્રવાદી ભાવના ધરાવતા ઉદ્યમી અને દાનવીર હતા. નાનજીભાઈએ 13 વર્ષની નાની વયમાં પોતાના ઉદ્યમનો પરિચય આપ્યો. તેઓ 46 વખત આફ્રિકાના પ્રવાસે ગયા અને ત્યાં એમણે શાકભાજીના વાવેતરમાં ખૂબ મોટું યોગદાન આપ્યું. એ ઉપરાંત એમણે કપાસ લોઢવાનાં 29 કારખાનાં સ્થાપ્યાં, ખાંડનાં કારખાનાં સ્થાપ્યાં તથા ચા અને કૉફીના બાગ બનાવડાવ્યા. આ રીતે 10,000 કરતાં વધુ આફ્રિકનો માટે રોજગારનું નિર્માણ કર્યું. ભારતમાં એમણે પોરબંદરમાં કાપડ મિલ, તેલ મિલ, કપાસ લોઢવાનાં કારખાનાં અને સિમેન્ટના ઉત્પાદનનું કાર્ય શરૂ કર્યું. એટલું જ નહીં, સમાજ કલ્યાણની દૃષ્ટિએ એમણે આર્ય કન્યા ગુરુકુળ, જવાહરલાલ નેહરુ પ્લેનેટેરિયમ, કીર્તિ મંદિર અને મહર્ષિ દયાનંદ સાયન્સ કૉલેજની સ્થાપના કરી.
વેપાર સાહસોની પરંપરા અને માનવતાવાદી કાર્યો એ નાનજીભાઈની ઓળખ છે. મહેતા ગ્રુપે આજ સુધી એ ઓળખનું જતન કર્યું છે.
અમારી મજબૂતીના આધારસ્તંભ
અમારા અત્યાધુનિક પ્લાન્ટ્સમાં ઉચ્ચ દરજ્જાનો કાચો માલ વપરાતો હોવાથી અમારી પ્રૉડક્ટ્સની ગુણવત્તા ઉંચી હોય છે. એમાં ક્યાંય કોઈ ઊણપ રહી જાય નહીં એ માટે અમે ગુણવત્તાની ચકાસણીના ઉચ્ચ માપદંડ રાખ્યા છે. આમ, બાંધકામમાં વપરાતી અમારી પ્રૉડક્ટ્સ મજબૂતીની સાથે સાથે ગ્રાહકોનાં નાણાંનું ઉચિત મૂલ્ય પણ આપે છે.
અમારા પ્લાન્ટ્સ
મહેતા ગ્રુપે આટલાં વર્ષોમાં ભરપૂર વિશ્વસનીયતા પ્રાપ્ત કરી છે અને ઉદ્યોગમાં અમે સદા અગ્રસર રહ્યા છીએ. મહેતા ગ્રુપ સમગ્ર વિશ્વમાં ખ્યાતિપ્રાપ્ત છે.
મહેતા ગ્રુપ
અમે પ્લાન્ટમાં અદ્યતન તંત્રજ્ઞાન અને યંત્રો લાવીને આધુનિકીકરણ કરીએ છીએ. આ રીતે ઉદ્યોગમાં સમયની સાથે બદલાતી જરૂરિયાતોને પૂરી કરવા માટે અમે સતત પ્રયાસરત રહીએ છીએ.
અમારી પ્રૉડક્ટ્સ
પર્યાવરણને નુકસાન થતું અટકાવવા માટે અમે સદૈવ પ્રયત્નશીલ રહીએ છીએ. આથી જ સ્વચ્છ ઊર્જા માટે સૌર પૅનલનો ઉપયોગ કરવામાં આવે છે. એ ઉપરાંત ધુમાડાથી થતું પ્રદૂષણ અટકાવવા માટે ગ્લાસ બૅગ હાઉસ બાંધવામાં આવે છે અને આવશ્યક યંત્રો વસાવવા માટે રોકાણ કરવામાં આવે છે.
સસ્ટેઇનેબિલિટીની વિવિધ પહેલ
Our efforts focus on uplifting the community by providing education, medical camps, community spaces, events, employment, and trade for nearby villages.
View CSR Activites
સમગ્ર ઉદ્યોગોમાં
વિશ્વસનીય
વધુ જાણો
સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ સિમેન્ટ ઉદ્યોગમાં શ્રેષ્ઠતા માટે એક મશાલવાહક સાબિત થાય છે. ગુણવત્તા, નવીનતા અને ટકાઉપણું પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા સાથે, અમે વિવિધ ક્ષેત્રો અને ભૌગોલિક વિસ્તારોમાં ફેલાયેલા અમારા માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે.