બોર્ડ ઑફ ડિરેક્ટર્સ
સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડને ઉત્કૃષ્ટ કામગીરી અને નવસર્જન માટે હંમેશાં પ્રેરણા અને પ્રોત્સાહન આપી રહેલા અમારા બોર્ડના ડિરેક્ટર્સને મળો. એમની દૂરંદેશી અને જ્ઞાનનો ઉપયોગ કરીને કંપની હંમેશાં અગ્રસર રહે છે.
જય મહેતા
એક્ઝિક્યુટિવ ચૅરમૅન, પ્રમોટર ગ્રુપ, નોન-ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર
જય મહેતા
એક્ઝિક્યુટિવ ચૅરમૅન, પ્રમોટર ગ્રુપ, નોન-ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર
શ્રી જય મહેતા સિમેન્ટ ઉદ્યોગમાં ત્રણ દાયકા કરતાં વધુ સમયનો અનુભવ ધરાવતા પ્રતિભાશાળી બિઝનેસમૅન છે. કંપનીને એમનાં જ્ઞાન અને નેતૃત્વના ગુણનો ઘણો લાભ મળી રહ્યો છે.
તેઓ કોલંબિયા યુનિવર્સિટી (1983)ની ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગની પદવી ધરાવે છે. એમણે સ્વિટ્ઝરલૅન્ડના લૉસેન ખાતેની ઇન્ટરનૅશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ મૅનેજમેન્ટ ડેવલપમેન્ટમાંથી એમબીએ કર્યું છે
એમણે પોતાના ઉચ્ચ શિક્ષણ અને સિમેન્ટ ઉદ્યોગના અનુભવની મદદથી ગ્રુપના વિકાસમાં તથા સમગ્ર કામકાજમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. શ્રી જય મહેતા કંપનીના એક્ઝિક્યુટિવ વાઇસ ચૅરમૅન હોવા ઉપરાંત ગ્રુપની પેટા કંપનીઓ તથા ભારતની અનેક પ્રાઇવેટ અને પબ્લિક લિમિટેડ કંપનીઓના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં સ્થાન ધરાવે છે. તેઓ કંપનીના બોર્ડમાં સર્વપ્રથમ વાર ડિસેમ્બર 1987માં જોડાયા હતા. ત્યાર બાદ 17 ઑગસ્ટ, 2023ના રોજ મળેલી વાર્ષિક સાધારણ સભામાં તેઓ 1 જાન્યુઆરી, 2024થી 31 ડિસેમ્બર, 2026 સુધીની ત્રણ વર્ષની મુદત માટે ફરીથી નિમણૂક પામ્યા હતા
શ્રી એમ. એન. મહેતા
ચૅરમૅન ઈમેરિટસ, પ્રમોટર ગ્રુપ, નોન-ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર
શ્રી એમ. એન. મહેતા
ચૅરમૅન ઈમેરિટસ, પ્રમોટર ગ્રુપ, નોન-ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર
શ્રી એમ. એન. મહેતા વેપાર-ઉદ્યોગમાં છ દાયકા કરતાં વધુ સમયનો અનુભવ ધરાવનાર પીઢ ઉદ્યોગપતિ છે. એમના માર્ગદર્શન અને પ્રેરણાથી ગ્રુપ સફળતાના પંથે દોડી રહ્યું છે.
મૂળ બિનરહીશ ભારતીય એવા શ્રી મહેતાએ શાળાકીય શિક્ષણ ભારતમાં પૂરું કર્યું. ત્યાર બાદ 19 વર્ષની વયે ઈસ્ટ આફ્રિકામાં પારિવારિક બિઝનેસમાં જોડાયા. મહેતા ગ્રુપ એમના જ નેતૃત્વ અને વેપારી બાહોશીને લીધે વિસ્તરણ અને વિકાસ કરી શક્યું છે.
શ્રી મહેતા ગ્રુપની પેટા કંપની એગ્રિમા કન્સલ્ટન્ટ્સ ઇન્ટરનૅશનલ લિમિટેડમાં ચૅરમૅન તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેઓ સર્વપ્રથમ વાર ઑક્ટોબર 1974માં કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં સ્થાન પામ્યા. ત્યાર બાદ હાલની મુદત માટે એમની પુનઃ વરણી 15 ઑક્ટોબર, 2004ના રોજ થઈ.
હેમાંગ ડી. મહેતા
નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પ્રમોટર ગ્રુપ, નોન-ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર
હેમાંગ ડી. મહેતા
નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પ્રમોટર ગ્રુપ, નોન-ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર
શ્રી હેમાંગ ડી. મહેતા સિમેન્ટ, પ્લાસ્ટિક્સ અને પૅકેજિંગ ઉદ્યોગમાં બહોળો અનુભવ ધરાવે છે. તેઓ ત્રણ દાયકા કરતાં વધુ સમયથી કૉર્પોરેટ અને ઓપરેશનલ મૅનેજમેન્ટ સંભાળી રહ્યા છે. ગ્રુપના આયોજનબદ્ધ વિકાસમાં તેઓ મોટી ભૂમિકા ભજવી રહ્યા છે.
શ્રી મહેતા યુનાઇટેડ કિંગડમની યુનિવર્સિટી ઑફ માન્ચેસ્ટર ઇન્સ્ટિટ્યુટ ઑફ સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી (નવું નામ માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલ)માંથી સ્નાતક થયા છે. એમણે ભારત ઉપરાંત કેન્યા, કૅનેડા અને અમેરિકા સહિતની વિવિધ બજારોમાં વ્યાવસાયિક કાર્ય કર્યું છે, જે એમની કારકિર્દીનું નોંધપાત્ર પાસું છે.
શ્રી હેમાંગ મહેતા નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપવા ઉપરાંત ભારત, કૅનેડા અને અમેરિકામાં અનેક પ્રાઇવેટ કંપનીઓનાં બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં સેવારત છે. એમણે આ કંપનીના વિકાસ અને વહીવટમાં પોતાના અનુભવનો લાભ આપ્યો છે. તેઓ સર્વપ્રથમ વાર એપ્રિલ 1993માં કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં સ્થાન પામ્યા હતા અને હાલની મુદત માટે એમની પુનઃ વરણી 26 જુલાઈ, 2022ના રોજ થઈ હતી.
હેમનભ આર. ખટાઉ
નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પ્રમોટર ગ્રુપ, નોન-ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર
હેમનભ આર. ખટાઉ
નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પ્રમોટર ગ્રુપ, નોન-ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર
શ્રી હેમનભ આર. ખટાઉ મેન્યુફેક્ચરિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ ક્ષેત્રના નિષ્ણાત અને સિદ્ધહસ્ત વ્યાવસાયી છે. તેઓ બોર્ડ ઑફ ડિરેક્ટર્સના સ્તરે નેતૃત્વનો વિશેષ અનુભવ ધરાવવા ઉપરાંત કંપનીઓના વ્યૂહાત્મક વિકાસ તથા સુવહીવટમાં નિપુણ છે
તેઓ કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બૅચલર ઑફ આર્ટ્સ, હાલ માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલ તરીકે ઓળખાતી યુએમઆઇએસટીમાંથી માઇક્રોપ્રોસેસર એન્જિનિયરિંગમાં એમ.એસસી. તથા લંડન બિઝનેસ સ્કૂલના સ્લોન ફેલોશિપ માસ્ટર્સ પ્રોગ્રામમાં એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કરી ચૂક્યા છે
એમના શિક્ષણ પરથી જ જોઈ શકાય છે કે તેઓ ટેક્નૉલૉજી, મૅનેજમેન્ટ અને સ્ટ્રેટેજિક પ્લાનિંગ ક્ષેત્રના નિષ્ણાત છે. એમણે યુનાઇટેડ કિંગડમમાં આશરે એક દાયકા સુધી સેવાઓ આપી છે, જેમાં એમણે કૅપજેમિની યુકે, કેપીએમજી અને ઇન્ડેકો આઇએમસીમાં કન્સલ્ટન્સી કરી છે. તેઓ પોતાના વૈશ્વિક સ્તરના કામકાજ અને વ્યૂહાત્મક દૃષ્ટિને કારણે ઉચ્ચ કક્ષાના વ્યાવસાયી બન્યા છે.
શ્રી હેમનભ ખટાઉ નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉપરાંત એક પેટા કંપનીમાં ડિરેક્ટર પણ છે. તેઓ ગ્રુપના સુવહીવટ અને ઉચ્ચ કક્ષાના કામકાજ માટે કાર્યરત રહે છે. તેઓ પહેલી વાર ઑક્ટોબર 2008માં કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં જોડાયા અને હાલની મુદત માટેની એમની પુનઃ વરણી 17 ઑગસ્ટ, 2023ના રોજ થઈ હતી.
એમ. એસ. ગિલોત્રા
મૅનેજિંગ ડિરેક્ટર, નોન-ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર
એમ. એસ. ગિલોત્રા
મૅનેજિંગ ડિરેક્ટર, નોન-ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર
શ્રી એમ. એસ. ગિલોત્રા સિમેન્ટ ઉદ્યોગમાં ચાર દાયકા કરતાં વધુ સમયનો વિશેષ અનુભવ ધરાવે છે. એમની કુશળતા અને નેતૃત્વનો ગુણ કંપનીના ઓપરેશન્સને સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં ખૂબ જ ઉપયોગી થયાં છે.
શ્રી ગિલોત્રા બિટ્સ પિલાનીની મિકેનિકલ એન્જિનિયરિંગની પદવી ધરાવે છે. ઍસોસિયેટેડ સિમેન્ટ કંપનીઝ લિમિટેડમાં 21 વર્ષ સુધીની સફળ કારકિર્દી બાદ તેઓ મહેતા ગ્રુપમાં જોડાયા છે. અગાઉની કંપનીમાં તેઓ અનેક વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ પર કામ કરી ચૂક્યા હતા. ત્યાં એમણે સિમેન્ટનાં અનેક યુનિટ્સના કામકાજ પર દેખરેખ રાખવાની જવાબદારી અને નવાં સાહસોની વ્યવહાર્યતા ચકાસવાની ઝીણવટભરી કામગીરી નિભાવી હતી. તેઓ પ્રૉજેક્ટ્સના અમલ અને એમના સુવહીવટની જવાબદારી પણ સંભાળતા હતા.
ગ્રુપના મૅનેજિંગ ડિરેક્ટર તરીકે શ્રી ગિલોત્રા કંપનીના દૈનિક કામકાજની ધુરા સંભાળે છે. પોતાની જવાબદારીઓ પ્રત્યક્ષપણે નિભાવવા ઉપરાંત વ્યૂહાત્મક કાર્ય માટે પણ તેઓ જાણીતા છે. આ જ કારણ છે કે એમના વડપણ હેઠળ કંપનીએ ઉચ્ચ કક્ષાની કામગીરી અને વિકાસ સાધ્યાં છે
શ્રી ગિલોત્રા પ્રથમ વાર જૂન 1995માં કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં સ્થાન પામ્યા. એ જ દિવસથી તેઓ ટોચના અધિકારી તરીકે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ 17 ઑગસ્ટ, 2023ના રોજ મળેલી વાર્ષિક સાધારણ સભામાં મળેલી માન્યતાને પગલે 1 જાન્યુઆરી, 2024થી 31 ડિસેમ્બર, 2026 સુધીની મુદત માટે પુનઃ વરણી પામ્યા છે
અશ્વની કુમાર
નોન એક્ઝિક્યુટિવ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર
અશ્વની કુમાર
નોન એક્ઝિક્યુટિવ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર
શ્રી અશ્વની કુમાર 37 વર્ષ કરતાં વધુ સમય સુધી બૅન્કિંગ ક્ષેત્રે દૈનંદિન કામકાજની જવાબદારીઓ તથા વહીવટી ભૂમિકાઓ ભજવી ચૂકેલા પીઢ વ્યાવસાયી છે. બોર્ડના સભ્ય તરીકે એમણે પોતાનાં વ્યાવસાયી અનુભવ અને કુશળતાનો લાભ કંપનીને આપ્યો છે.
શ્રી કુમાર રસાયણશાસ્ત્રમાં અનુસ્નાતક પદવી ધરાવે છે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ બૅન્કર્સના સર્ટિફાઇડ ઍસોસિયેટ છે. અગાઉ અલાહાબાદ બૅન્ક, કૉર્પોરેશન બૅન્ક અને દેના બૅન્ક જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં તેજસ્વી કારકિર્દી બાદ તેઓ અહીં જોડાયા છે. નિવૃત્તિ સમયે તેઓ દેના બૅન્કમાં ચૅરમૅન-મૅનેજિંગ ડિરેક્ટર (સીએમડી) હતા.
તેઓ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે ભૂમિકા નિભાવવા ઉપરાંત અન્ય કંપનીઓનાં બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં પણ સામેલ છે. આમ, તેઓ વિવિધ કંપનીઓમાં પોતાના ઉંડાણપૂર્વકના જ્ઞાનનો લાભ આપી રહ્યા છે.
શ્રી કુમાર 13 ફેબ્રુઆરી, 2019ના રોજ અતિરિક્ત ડિરેક્ટર તરીકે કંપનીના બોર્ડમાં જોડાયા હતા. ત્યાર બાદ 21 ઑગસ્ટ, 2019ના રોજ મળેલી વાર્ષિક સાધારણ સભામાં એમની નિમણૂક પાંચ વર્ષની મુદત માટે કરવામાં આવી હતી. હવે 13 ફેબ્રુઆરી, 2024થી 12 ફેબ્રુઆરી, 2029 માટે એમની પુનઃ વરણી કરવામાં આવી છે, જેને 17 ઑગસ્ટ, 2023ના રોજ મળેલી વાર્ષિક સાધારણ સભામાં મંજૂરી આપવામાં આવી હતી.
એમ. એન. શર્મા
નોન-એક્ઝિક્યુટિવ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર
એમ. એન. શર્મા
નોન-એક્ઝિક્યુટિવ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર
શ્રી એમ. એન. શર્મા વીમા ક્ષેત્રના અનુભવી વ્યાવસાયી છે. એમણે આ ક્ષેત્રે 36 વર્ષની કારકિર્દીમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તેઓ કંપનીના બોર્ડના સભ્ય તરીકે વીમા ક્ષેત્રે કરેલા કામકાજ, વ્યવસ્થાપન અને સુવહીવટની નિપુણતાનો ઉપયોગ કરીને નોંધનીય કામગીરી બજાવી રહ્યા છે.
તેઓ અર્થશાસ્ત્રમાં અનુસ્નાતક પદવી ઉપરાંત એલએલબીની ઉપાધિ ધરાવે છે. તેઓ ઇન્સ્યૉરન્સ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયાના ઍસોસિયેટ મેમ્બર છે. ઉલ્લેખનીય કારકિર્દી દરમિયાન એમણે અનેક કંપનીઓમાં અગ્રણી ભૂમિકા ભજવી છે. આ કંપનીઓમાં ન્યૂ ઇન્ડિયા ઍસ્યૉરન્સ કંપની લિ. ઓરિયેન્ટલ ઇન્સ્યૉરન્સ કંપની લિ. કેન ઇન્ડિયા ઍસ્યૉરન્સ કંપની લિ. (નાઇરોબી) અને ભારત સરકારની માલિકીની હેલ્થ ઇન્સ્યૉરન્સ ટીપીએ ઑફ ઇન્ડિયા લિ.નો સમાવેશ થાય છે. નિવૃત્તિ સમયે તેઓ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યૉરન્સ કંપની લિ.ના ચૅરમૅન-મૅનેજિંગ ડિરેક્ટર (સીએમડી) હતા.
શ્રી શર્મા હાલ જનરલ ઇન્સ્યૉરન્સ કાઉન્સિલના સેક્રેટરી જનરલ તરીકે સેવા બજાવી રહ્યા છે. આમ, વીમા ક્ષેત્રે એમણે વિશેષ કામગીરી બજાવી છે. 17 ઑગસ્ટ, 2023ના રોજ મળેલી કંપનીની વાર્ષિક સાધારણ સભામાં એમની નિમણૂક 25 મે, 2023થી 24 મે, 2028 સુધીના ગાળા માટે થઈ છે.
રાધિકા સમરજિતસિંહ ગાયકવાડ
નોન-એક્ઝિક્યુટિવ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર
રાધિકા સમરજિતસિંહ ગાયકવાડ
નોન-એક્ઝિક્યુટિવ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર
શ્રીમતી રાધિકા સમરજિતસિંહ ગાયકવાડ ખ્યાતિપ્રાપ્ત દાનવીર, સોશિયલ આંત્રપ્રેન્યોર હોવાની સાથે સાથે કળા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાનાં પુરસ્કર્તાં છે. 47 વર્ષીય શ્રીમતી ગાયકવાડ સાંસ્કૃતિક વારસાના સંવર્ધન, સામાજિક ક્ષેત્રે અસરકારક કામગીરી તથા ઐતિહાસિક સંશોધનને લગતી કુશળતાનો લાભ કંપનીના બોર્ડના સભ્ય તરીકે કંપનીને આપી રહ્યાં છે.
તેઓ અનુસ્નાતક પદવી ધરાવે છે, જે એમણે મધ્યકાલીન ભારતીય ઈતિહાસ વિષયને મુખ્ય વિષય રાખીને પ્રાપ્ત કરી છે. એમણે કારકિર્દીની શરૂઆત નવી દિલ્હીમાં ઇન્ડિયન એક્સપ્રેસના પત્રકાર તરીકે કરી હતી. હાલ તેઓ અમદાવાદની સ્વૈચ્છિક સંસ્થા - સીડીએસ આર્ટ ફાઉન્ડેશનના ડિરેક્ટર છે. કળાકારો, ડિઝાઇનર્સ અને ગ્રાહકો વચ્ચે સેતુ સાધવાના કાર્ય પર તેઓ વિશેષ લક્ષ આપી રહ્યાં છે.
શ્રીમતી ગાયકવાડે આપેલા યોગદાનની નોંધ વૈશ્વિક સ્તરે લેવાઈ છે. તેઓ અનેક આંતરરાષ્ટ્રીય મંચની નિર્ણાયક સમિતિના સભ્યપદે કાર્યરત છે, જેમાં ઇન્ટરનૅશનલ ક્રાફ્ટ્સ ઍવોર્ડ્સનો સમાવેશ થાય છે. એમને અનેક માન-સન્માન પ્રાપ્ત થયાં છે, જેમાં પ્રખ્યાત એસ્પેન ગ્લોબલ લીડરશિપ ફેલોશિપનો સમાવેશ થાય છે. એમને લ્યુઝબુક દ્વારા લક્ઝરી ક્ષેત્રે ભારતનાં ટોચનાં 50 મહિલાઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, એમને પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને પ્રકાશનોએ સોશિયલ આંત્રપ્રેન્યોરશિપ અને સાંસ્કૃતિક વારસાના પુનરુત્થાન બદલ પુરસ્કાર પણ એનાયત કર્યાં છે.
હેરિટેજ ટ્રસ્ટના પેટ્રન તરીકે એમણે સુવિખ્યાત ચાંપાનેર સંકુલને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સ્થાન અપાવવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. તેઓ ભારતીય સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રતિબદ્ધ છે. આથી જ એમણે વડોદરામાં ઐતિહાસિક સ્થાપત્યોનો વિધ્વંસ થતો અટકાવવા માટે સક્રિયપણે કાર્ય કર્યું છે.
શ્રીમતી ગાયકવાડ ઈતિહાસમાં ખૂબ જ રુચિ ધરાવે છે. આથી જ તેઓ સંશોધન કાર્ય કરે છે અને ભારતના રજવાડાંના ઈતિહાસ અને સંસ્કૃતિ વિશે અભ્યાસ કરીને એનું પ્રકાશન કર્યું છે. એમણે કરેલી શોધખોળ સુપ્રતિષ્ઠિત મંચ પરથી રજૂ કરવામાં આવી છે, જેમાં સેફ્રનઆર્ટ, રોબ રિપોર્ટ અને ઇન્ડિયા ટુડે કોન્ક્લેવનો સમાવેશ થાય છે.
શ્રીમતી ગાયકવાડની નિમણૂક 30 જૂન, 2023થી 29 જૂન, 2028 સુધીની પાંચ વર્ષની મુદત માટે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે કરવામાં આવી છે, જેને 17 ઑગસ્ટ, 2023ના રોજ મળેલી વાર્ષિક સાધારણ સભામાં મંજૂરી આપવામાં આવી છે
અમન પ્રદીપચંદ ખન્ના
નોન-એક્ઝિક્યુટિવ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર
અમન પ્રદીપચંદ ખન્ના
નોન-એક્ઝિક્યુટિવ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર
શ્રી અમન પ્રદીપચંદ ખન્ના કૉર્પોરેટ ફાઇનાન્સ અને ગવર્નન્સની તથા ટોચની અન્ય જવાબદારીઓ નિભાવવામાં 26 વર્ષ કરતાં વધુ સમયનો અનુભવ ધરાવે છે. નાણાકીય આયોજન અને કૉર્પોરેટ વહીવટનો એમનો બહોળો અનુભવ કંપની માટે લાભપ્રદ ઠર્યો છે.
તેઓ લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાંથી ઍકાઉન્ટિંગ ઍન્ડ ફાઇનાન્સ મૅનેજમેન્ટમાં સ્પેશિયલાઇઝેશન સાથેની અર્થશાસ્ત્રમાં બી.એસસી. (ઓનર્સ)ની પદવી ધરાવે છે. તેઓ યુનાઇટેડ કિંગડમમાં ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટની ઉપાધિ પણ પ્રાપ્ત કરી ચૂક્યા છે.
તેઓ અગાઉ યુનાઇટેડ કિંગડમમાં અર્ન્સ્ટ ઍન્ડ યંગ તથા ડેલોઇટ અને યુકે તથા દુબઈમાં લુઈ ડ્રેફસ કંપની જેવી ખ્યાતનામ કંપનીઓમાં નોંધપાત્ર કામગીરી બજાવી ચૂક્યા છે. હાલ તેઓ દુબઈના માઇન્ડમેઝ ગ્રુપમાં બોર્ડ મેમ્બર છે. આ હોદ્દા પર તેઓ નવેમ્બર 2020થી જવાબદારીઓ સંભાળી રહ્યા છે.
અત્યાર સુધીની કારકિર્દીમાં એમણે ગ્રુપ ચીફ ઓપરેટિંગ ઑફિસર અને ગ્રુપ ચીફ ફાઇનાન્શિયલ ઑફિસર સહિતના ટોચના હોદ્દાઓ પર કામ કર્યું છે. એમણે કૉર્પોરેટ ગવર્નન્સ, સ્ટ્રેટેજિગ પ્લાનિંગ અને ઓપરેશનલ મૅનેજમેન્ટમાં કુશળતાનો પરિચય આપ્યો છે.
શ્રી ખન્નાને 30 જૂન, 2023થી 29 જૂન, 2028 સુધીના પાંચ વર્ષના કાર્યકાળ માટે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર પદે નીમવામાં આવ્યા છે
વીરેન મર્ચન્ટ
નોન-એક્ઝિક્યુટિવ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર
વીરેન મર્ચન્ટ
નોન-એક્ઝિક્યુટિવ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર
શ્રી વીરેન મર્ચન્ટ ફાર્માસ્યુટિકલ્સ તથા અન્ય બિઝનેસમાં વિવિધ કામગીરીઓ બજાવ્યાનો અનુભવ ધરાવે છે. તેઓ અનેક દાયકાનો અનુભવ ધરાવતા પીઢ આંત્રપ્રેન્યોર છે. કંપનીના બોર્ડમાં રહીને તોએ પોતાની નિપુણતા અને વ્યૂહાત્મક આયોજનનો લાભ આપી રહ્યા છે.
એમણે મુંબઈમાં શાળાકીય શિક્ષણ પૂરું કર્યા બાદ અમેરિકાના ઓહિયોસ્થિત કેન્ટ સ્ટેટ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. ત્યાર બાદ તેઓ પોતાના ફૅમિલી બિઝનેસમાં જોડાયા હતા. આમ, આંત્રપ્રેન્યોર તરીકેની એમની ઉજ્જવળ કારકિર્દીનો પ્રારંભ થયો હતો.
શ્રી મર્ચન્ટ હાલ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગની વૈશ્વિક સ્તરની કૉન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરર કંપની - એન્કોર હેલ્થકેર પ્રા. લિ.ના સીઈઓ તથા વાઇસ-ચૅરમૅન તરીકે સેવા આપી રહ્યા છે. એમના વડપણ હેઠળ એ કંપનીએ અનેક સીમાચિહ્નો સર કર્યાં છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના પ્રાપ્ત કરી છે.
તેઓ એન્કોર હેલ્થકેરમાં જવાબદારીઓ નિભાવવા ઉપરાંત અનેક કંપનીઓમાં ડિરેક્ટર છે, જેમાં એડીએફ ફૂડ્સ લિમિટેડ, એન્કોર બિઝનેસ સેન્ટર પ્રા. લિ. યુગા ફિનવેસ્ટ પ્રા. લિ. ડેલ્ફિનિયમ રિયાલ્ટર્સ પ્રા. લિ. એન્કોર હેલ્થકેર ઇન્ટરનૅશનલ પ્રા. લિ. અને એડીએફ ફૂડ્સ (ઇન્ડિયા) લિમિટેડનો સમાવેશ થાય છે.
કંપનીના બોર્ડ મેમ્બર તરીકે તેઓ પોતાના વિશાળ અનુભવનો લાભ આપી રહ્યા છે અને કંપનીના વિકાસ તથા નવસર્જનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.