સિમેન્ટ અને પર્યાવરણની દૃષ્ટિએ એમની યોગ્યતા

સિમેન્ટના પ્રકાર

1

ઓર્ડિનરી પોર્ટલૅન્ડ સિમેન્ટ (ઓપીસી)

વિશે:
સમગ્ર વિશ્વમાં બાંધકામ માટે સૌથી વધુ પ્રમાણમાં વપરાતી આ સિમેન્ટ છે. એ મજબૂત હોવાની સાથે સાથે ટકાઉ હોય છે અને વિવિધ રીતે ઉપયોગમાં લઈ શકાય છે.

ઉપયોગો:
પ્લાસ્ટર કરવું હોય, ચણતર કરવું હોય કે પછી કોંક્રીટના તૈયાર બીબાં બનાવવાં હોય, ઓપીસી ઉપયોગમાં લેવાય છે. ઈમારતો, બ્રિજ, રસ્તા તથા અન્ય બાંધકામ માટે એનો ઉપયોગ થાય છે.

આબોહવા માટેની અનુકૂળતાઃ ઓ:
ઓપીસીનો ઉપયોગ અલગ અલગ પ્રકારની આબોહવા ધરાવતાં સ્થળોએ કરી શકાય છે. જો કે, જ્યાં ઘણી વધારે ઠંડી-ગરમી કે વરસાદ પડતાં હોય એવાં સ્થળોએ એની અસરકારકતા ઘટી શકે છે.

2

પોર્ટલૅન્ડ પોઝોલાના સિમેન્ટ (પીપીસી)

વિશે:
પીપીસી હાઇડ્રોલિક સિમેન્ટની શ્રેણીમાં આવે છે. પોર્ટલૅન્ડ સિમેન્ટને સહેલાઈથી ઉપયોગમાં લેવા માટે તથા વધુ ટકાઉ બનાવવા માટે ફ્લાય ઍશ જેવી પોઝોલેનિક સામગ્રી સાથે ભેળવવામાં આવે છે ત્યારે આ પ્રકારની સિમેન્ટ બને છે.

ઉપયોગો:
જ્યારે સિમેન્ટને સખત બનવા માટે વધારે સમય આપવાનો હોય એવા સમયે પીપીસીનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે મોટાપાયે કોંક્રીટનું કામ હોય અથવા મરીન સ્ટ્રક્ચર્સ કે હાઇડ્રોલિક સ્ટ્રક્ચર્સ બનાવવાનાં હોય ત્યારે એનો ઉપયોગ થાય છે. એનાથી ટકાઉપણું આવે છે અને સલ્ફેટની અસર સામે રક્ષણ મળી રહે છે.

આબોહવા માટેની અનુકૂળતાઃ ઓ:
ભેજવાળા વાતાવરણમાં ઉપયોગમાં લેવા માટે તથા દરિયાઈ વિસ્તારોમાં જ્યાં સલ્ફેટની અસર વધારે થતી હોય ત્યાં ઉપયોગમાં લેવા માટે પીપીસી યોગ્ય હોય છે.

3

રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ (આરએચસી)

વિશે:
આ એક પ્રકારની હાઇડ્રોલિક સિમેન્ટ છે, જે ઓપીસીની તુલનાએ વધુ જલદી સખત થઈ જાય છે અને જલદી મજબૂતી આપે છે. એની રચના આ હેતુસર જ કરવામાં આવી હોય છે

ઉપયોગો:
રસ્તાઓનું સમારકામ કરવાનું હોય, બીબાં પ્રમાણે વસ્તુઓ બનાવવાની હોય અને ઠંડીની ઋતુમાં કોંક્રીટીકરણ કરવાનું હોય એવા સમયે જલદીથી સખત બનીને મજબૂતી આપવાનું આરએચસીનું કામ હોય છે.

આબોહવા માટેની અનુકૂળતાઃ ઓ:
ઠંડી આબોહવા ધરાવતાં સ્થળોએ સિમેન્ટને જલદીથી સખત અને મજબૂત બનાવવાની જરૂર હોય ત્યારે આરએચસીનો ઉપયોગ કરવામાં આવે છે.

4

લૉ હીટ સિમેન્ટ (એલએચસી)

વિશે:
આ એક પ્રકારની હાઇડ્રોલિક સિમેન્ટ છે, જેનો ઉપયોગ હાઇડ્રેશનની પ્રક્રિયા દરમિયાન ઓછી ઉષ્ણતા સર્જાય એ માટે કરવામાં આવે છે. આમ કરવાથી સિમેન્ટ મજબૂત બનવાની પ્રક્રિયા ધીરે ધીરે આગળ વધે છે.

ઉપયોગો:
એલએચસી હાઇડ્રેશન દરમિયાન ઓછી ઉષ્ણતા સર્જે છે અને મોટાપાયે કોંક્રીટ રેડવાનું હોય એવા સમયે એને ઉપયોગમાં લેવાય છે. સામાન્ય રીતે બંધ, મોટા પાયા તથા ખૂબ જ મજબૂત બાંધકામ કરવાનું હોય ત્યારે થર્મલ ક્રેકિંગનું જોખમ ઘટાડવા એનો ઉપયોગ થાય છે.

આબોહવા માટેની અનુકૂળતાઃ ઓ:
ગરમ વાતાવરણમાં હાઇડ્રેશન દરમિયાન જો વધારે ઉષ્ણતા સર્જાય તો બાંધકામમાં થર્મલ ક્રેકિંગ થઈ જાય છે. આવું થતું ટાળવા માટે ગરમ આબોહવાના વિસ્તારોમાં એલએચસીનો ઉપયોગ થાય છે.

5

સલ્ફેટ રેઝિસ્ટન્ટ સિમેન્ટ

વિશે:
માટીમાં અને ભૂગર્ભ જળમાં સલ્ફેટ ક્ષાર હોય છે, જે બાંધકામને નુકસાન પહોંચાડી શકે છે. આવા નુકસાનથી બચાવવા માટે બાંધકામમાં આ પ્રકારની સિમેન્ટ વાપરવામાં આવે છે.

ઉપયોગો:
સામાન્ય રીતે દરિયાકાંઠાના વિસ્તારોમાં અને જ્યાં સલ્ફેટવાળું ભૂગર્ભ જળ વધારે હોય એવા વિસ્તારોમાં આ સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.

આબોહવા માટેની અનુકૂળતાઃ ઓ:
જ્યાંનું વાતાવરણ ભેજવાળું હોય અને સલ્ફેટનું પ્રમાણ વધારે હોય ત્યાં આ સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.

6

ક્વિક સેટિંગ સિમેન્ટ

વિશે:
આ પણ એક પ્રકારની હાઇડ્રોલિક સિમેન્ટ છે, જે જલદીથી સુકાઈને મજબૂત બની જાય છે.

ઉપયોગો:
આ સિમેન્ટનો ઉપયોગ પાણીની પાઇપ, ગટરલાઇન, બોગદાં, રસ્તા, બ્રિજ તથા અન્ય બાંધકામમાં કરવામાં આવે છે. તાકીદે જલદી સમારકામ કરવાનું હોય ત્યારે અને ઠંડી આબોહવામાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે.

આબોહવા માટેની અનુકૂળતાઃ ઓ:
ખૂબ જ ઠંડી હોય ત્યારે સિમેન્ટ સખત થવામાં વાર લાગતી હોય છે. આવાં સ્થળોએ ક્વિક સેટિંગ સિમેન્ટ વપરાય છે.

7

બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ સિમેન્ટ

વિશે:
આ પણ એક પ્રકારની હાઇડ્રોલિક સિમેન્ટ છે, જે પોર્ટલૅન્ડ સિમેન્ટ ક્લિન્કર અને ગ્રેન્યુલેટેડ બ્લાસ્ટ ફર્નેસ સ્લેગને ભેળવીને બનાવવામાં આવે છે. આ સિમેન્ટને વાપરવાનું સહેલું છે અને એનાથી બાંધકામની આવરદા વધે છે.

ઉપયોગો:
બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ સિમેન્ટનો ઉપયોગ કોંક્રીટના બાંધકામના એવા પ્રૉજેક્ટમાં કરવામાં આવે છે, જ્યાં બાંધકામ ઘણું મજબૂત અને સલ્ફેટ ઍટેકની સામે ઝીંક ઝીલે એવું રાખવાની જરૂર હોય. સામાન્ય રીતે મરીન સ્ટ્રક્ચર્સમાં, મોટા પાયે કોંક્રીટનો ઉપયોગ થતો હોય એવી જગ્યાએ તથા રસ્તાના બાંધકામમાં એનો ઉપયોગ કરવામાં આવે છે.

આબોહવા માટેની અનુકૂળતાઃ ઓ:
બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ સિમેન્ટ વિવિધ પ્રકારની આબોહવામાં અનુકૂળ રહે છે. ભેજવાળા વાતાવરણમાં અને જ્યાં સલ્ફેટનું પ્રમાણ વધારે હોય એવી જગ્યાએ તો એ ખાસ ઉપયોગી થાય છે.

8

હાઇ એલ્યુમિના સિમેન્ટ

વિશે:
આ પણ એક પ્રકારની હાઇડ્રોલિક સિમેન્ટ છે. બોક્સાઇટ અને ચૂનાને એકસાથે ભાંગ્યા બાદ ગાળીને એનું નિર્માણ કરવામાં આવે છે.

ઉપયોગો:
જ્યાં કેમિકલ ઍટેકની સામે રક્ષણ આપવાની જરૂર હોય એવી જગ્યાએ અને બાંધકામ જલદીથી પાકું થઈ જાય એવી જરૂર હોય ત્યારે હાઇ એલ્યુમિના સિમેન્ટ વપરાય છે. રિફ્રેક્ટરી લાઇનિંગ, ઔદ્યોગિક ભઠ્ઠીઓ, નીંભાડો તથા મરીન બાંધકામ માટે આ સિમેન્ટ વપરાય છે.

આબોહવા માટેની અનુકૂળતાઃ ઓ:
હાઇ એલ્યુમિના સિમેન્ટનો ઉપયોગ વિવિધ આબોહવા ધરાવતી જગ્યાઓએ થઈ શકે છે, પરંતુ ગરમી ઘણી હોય ત્યારે ખાસ કાળજી લેવાની જરૂર પડે છે, અન્યથા એ જલદી કડક થઈ જાય છે અને એમાં થર્મલ ક્રેકિંગ થઈ જાય છે.

9

વ્હાઇટ સિમેન્ટ

વિશે:
આ સિમેન્ટમાં સફેદી વધારે હોય છે.

ઉપયોગો:
સામાન્ય રીતે સજાવટના હેતુસર આનો ઉપયોગ થાય છે. સફેદ કે રંગીન કોંક્રીટ બનાવવાનું હોય, સજાવટભર્યું ફિનિશિંગ આપવાનું હોય કે આર્કિટેક્ચરની ડિઝાઇનો બનાવવાની હોય એવાં કામ માટે આ સિમેન્ટ વપરાય છે. પ્રિ-કાસ્ટ કોંક્રીટની વસ્તુઓ, ટાઇલ્સ અને મોઝેક માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે.

આબોહવા માટેની અનુકૂળતાઃ ઓ:
વ્હાઇટ સિમેન્ટ મોટાભાગની આબોહવાની સ્થિતિમાં ઉપયોગી થાય છે. અંદરની જગ્યા હોય કે બહારની હોય, બધે જ એનો ઉપયોગ કરી શકાય છે.

10

કલર્ડ સિમેન્ટ

વિશે:
આ સિમેન્ટને પિગમેન્ટેડ સિમેન્ટ પણ કહેવાય છે. એ હાઇડ્રોલિક સિમેન્ટનો જ એક પ્રકાર છે. અલગ અલગ રંગ લાવવા માટે હાઇડ્રોલિક સિમેન્ટમાં 5થી 10 ટકા રંગદ્રવ્યો ઉમેરવામાં આવે છે.

ઉપયોગો:
કલર્ડ સિમેન્ટનો ઉપયોગ સજાવટ માટે કોંક્રીટની રચનાઓ તૈયાર કરવા માટે થાય છે. આવા પ્રકારની રચનામાં અલગ અલગ રંગની જરૂર પડતી હોય છે.

આબોહવા માટેની અનુકૂળતાઃ ઓ:
કલર્ડ સિમેન્ટ અલગ અલગ પ્રકારની આબોહવામાં વાપવામાં આવે છે. અંદરની કે બહારની, બધી જ જગ્યાએ એનો ઉપયોગ કરી શકાય છે.

11

ઍર ઇન્ટ્રેઇનિંગ સિમેન્ટ

વિશે:
આ પ્રકારની હાઇડ્રોલિક સિમેન્ટમાં હવા ભેળવનારી વસ્તુઓ, જેમ કે રેઝિન્સ, ગ્લૂ અને સોડિયમ સૉલ્ટ ઉમેરવામાં આવે છે, જેનાથી કોંક્રીટના મિક્સમાં હવાના ઝીણા ઝીણા પરપોટા સર્જાય છે.

ઉપયોગો:
આ પ્રકારની સિમેન્ટનો ઉપયોગ સહેલાઈથી ઉપયોગમાં લઈ શકાય અને મજબૂત બાંધકામની જરૂર હોય એવા કોંક્રીટનું નિર્માણ કરવા માટે થાય છે. સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં, રસ્તાના બાંધકામમાં અને વિષમ આબોહવા હોય એવી જગ્યાઓએ એનો ઉપયોગ કરવામાં આવે છે.

આબોહવા માટેની અનુકૂળતાઃ ઓ:
ઍર એન્ટ્રેઇનિંગ સિમેન્ટ ખાસ કરીને ઠંડા પ્રદેશમાં વપરાય છે, જેને લીધે ઠંડી અને ગરમીની અલગ અલગ અસરની સ્થિતિમાં કોંક્રીટને નુકસાન થાય નહીં.

12

એક્સપાન્સિવ સિમેન્ટ

વિશે:
આ એવી હાઇડ્રોલિક સિમેન્ટ છે, જે જામી ગયા બાદ થોડું વિસ્તરણ પામે છે.

ઉપયોગો:
અમુક બાંધકામમાં સિમેન્ટ જામી ગયા બાદ થોડું વિસ્તરણ થાય એ જરૂરી હોય છે. આવાં બાંધકામમાં બ્રિજ બેરિંગ્સ, જોઇન્ટ્સ, ગ્રાઉટિંગ અને કોંક્રીટના બાંધકામના રિપેરિંગનો સમાવેશ થાય છે.

આબોહવા માટેની અનુકૂળતાઃ ઓ:
એક્સપાન્સિવ સિમેન્ટનો ઉપયોગ અલગ અલગ આબોહવામાં થઈ શકે છે.

13

હાઇડ્રોગ્રાફિક સિમેન્ટ

વિશે:
આ એક વિશેષ પ્રકારની પોર્ટલૅન્ડ સિમેન્ટ છે, જે પાણીની અંદર પણ જામી શકે છે અને મજબૂત બની શકે છે.

ઉપયોગો:
પાણીની નીચે કોંક્રીટનું રિપેર, મરીન સ્ટ્રક્ચર અને ઑફશોર પ્લેટફોર્મ જેવી જગ્યાઓએ આ સિમેન્ટનો ઉપયોગ થાય છે. પાણી બહાર કાઢ્યા વગર અથવા વિશેષ ક્યુરિંગ પદ્ધતિનો ઉપયોગ કર્યા વગર આ સિમેન્ટ પાણીની નીચે જામીને મજબૂત બની શકે છે.

આબોહવા માટેની અનુકૂળતાઃ ઓ:
ગમે તેવા વાતાવરણમાં પાણીની નીચેના બાંધકામ માટે આ સિમેન્ટનો ઉપયોગ કરી શકાય છે.

14

પોર્ટલૅન્ડ લાઇમસ્ટોન સિમેન્ટ

વિશે:
પોર્ટલૅન્ડ સિમેન્ટ ક્લિન્કર અને 5થી 15 ટકા ચૂનાના પથ્થરનું મિશ્રણ કરીને આ સિમેન્ટ બનાવવામાં આવે છે. એનું કામ ઓપીસી જેવું જ હોય છે; ફરક ફક્ત એટલો હોય છે કે ચૂનાના પથ્થર ઉમેરવાને લીધે એના નિર્માણમાં કાર્બનનું ઉત્સર્જન ઘટે છે.

ઉપયોગો:
પોર્ટલૅન્ડ લાઇમસ્ટોન સિમેન્ટનો ઉપયોગ વિવિધ પ્રકારના બાંધકામમાં થાય છે, જેમાં રહેણાંક અને કમર્શિયલ જગ્યાઓ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રૉજેક્ટ્સનો સમાવેશ થાય છે.

આબોહવા માટેની અનુકૂળતાઃ ઓ:
પોર્ટલૅન્ડ લાઇમસ્ટોન સિમેન્ટ દરેક પ્રકારની આબોહવામાં ચાલે છે. મોટાભાગના બાંધકામના પ્રૉજેક્ટ પાર પાડવા માટે એનો ઉપયોગ કરી શકાય છે. અલગ અલગ આબોહવાની સ્થિતિમાં પણ એ ટકી જાય છે.

સિમેન્ટના ગ્રેડ

1

ગ્રેડ 33 સિમેન્ટ

વિશે:
આ સિમેન્ટની કમ્પ્રેસિવ સ્ટ્રેંથ 28 દિવસના ક્યુરિંગ બાદ 33 N/mm² હોય છે.

ઉપયોગો:
ગ્રેડ 33 સિમેન્ટનો ઉપયોગ પ્લાસ્ટરિંગ, ચણતર અને માળખું બનાવવા સિવાયની કોંક્રીટની વસ્તુઓ તૈયાર કરવા માટે થાય છે.

આબોહવા માટેની અનુકૂળતાઃ ઓ:
આનો ઉપયોગ અલગ અલગ પ્રકારની આબોહવામાં થઈ શકે છે, પરંતુ ઘણી જ વિષમ સ્થિતિમાં એમાં ઍડિટિવ્સ કે ઍડમિક્સચર્સ ઉમેરવાની જરૂર પડી શકે છે.

2

ગ્રેડ 43 સિમેન્ટ

વિશે:
આ સિમેન્ટની કમ્પ્રેસિવ સ્ટ્રેંથ 28 દિવસના ક્યુરિંગ બાદ 43 N/mm² હોય છે.

ઉપયોગો:
ગ્રેડ 43 સિમેન્ટનો ઉપયોગ માળખાકીય કોંક્રીટ બનાવવા માટે થાય છે, જેમાં બીમ, કોલમ, સ્લેબ અને રિઇન્ફોર્સ્ડ કોંક્રીટ સ્ટ્રક્ચર્સનો સમાવેશ થાય છે. આનું કારણ એ છે કે આ માળખાં વધુ મજબૂત હોવાં જરૂરી હોય છે.

આબોહવા માટેની અનુકૂળતાઃ ઓ:
આ સિમેન્ટ મોટાભાગના આબોહવામાં અનુકૂળ હોય છે અને વિવિધ પ્રકારે એને ઉપયોગાં લઈ શકાય છે.

3

ગ્રેડ 53 સિમેન્ટ

વિશે:
આ સિમેન્ટની કમ્પ્રેસિવ સ્ટ્રેંથ 28 દિવસના ક્યુરિંગ બાદ 53 N/mm² હોય છે.

ઉપયોગો:
ગ્રેડ 53 સિમેન્ટનું નિર્માણ ખૂબ જ મજબૂતી આવશ્યક હોય એવા બ્રિજ, બહુમાળી ઈમારતો, ઔદ્યોગિક બાંધકામ અને પ્રિ-સ્ટ્રેસ્ડ કોંક્રીટની વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવે છે.

આબોહવા માટેની અનુકૂળતાઃ ઓ:
ગ્રેડ 53 સિમેન્ટ અલગ અલગ પ્રકારના આબોહવાની સ્થિતિમાં ઉપયોગી થાય છે. ખૂબ જ વિષય સ્થિતિમાં પણ એ મજબૂતી અને ટકાઉપણું પૂરાં પાડે છે.

અહીં ખાસ નોંધવાનું કે બાંધકામ માટે કયા પ્રકારની અને ગ્રેડની સિમેન્ટ જોઈએ એનો નિર્ણય તમારા સ્ટ્રક્ચરલ એન્જિનિયર તથા બાંધકામ સાથે સંકળાયેલા નિષ્ણાતો જ લઈ શકે છે. તેઓ બાંધકામના પ્રકાર, આબોહવાની સ્થિતિ અને મજબૂતીની અલગ અલગ જરૂરિયાતોના આધારે નિર્ણય લેતા હોય છે.